- બીજા દિવસે પણ પ્રતિન બ્રિજથી જીઆઇડીસી તરફના માર્ગ પર પોલીસે ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું.
- અભિયાન નો મુખ્ય હેતુ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાના અને માર્ગ સુરક્ષા વધારવા નો છે

અંકલેશ્વરમાં પ્રતિન બ્રિજથી જીઆઇડીસી તરફ જતા માર્ગ પર જિલ્લા પોલીસે ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરી છે. આ અભિયાન દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે પોલીસ દ્વારા સમયાંતરે આવા અભિયાનો યોજવામાં આવે છે. આ વખતનું અભિયાન આજથી 30 જુલાઈ સુધી ચાલશે. પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવવું, ચાલુ વાહને ફોનનો ઉપયોગ, નંબર પ્લેટ પર ગેરકાયદેસર લખાણ, સીટબેલ્ટનો ઉપયોગ ન કરવો, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ડાર્ક ફિલ્મ, વધુ મુસાફરો બેસાડવા, ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું, પી.યુ.સી. સર્ટિફિકેટ ન હોવું, ઓવરલોડિંગ અને મોડિફાઇડ સાયલન્સર જેવા નિયમભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંકલેશ્વરના પ્રતિન બ્રિજથી જીઆઇડીસી તરફના માર્ગ પર પોલીસે ખાસ ચેકિંગ હાથ ધર્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાનો અને માર્ગ સુરક્ષા વધારવાનો છે.