Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર -હાંસોટ ને જોડાતા દાંડી હેરિટેજ માર્ગ રોલર કોસ્ટર બન્યો છે.

અહીં થી દાંડી યાત્રા પસાર થાય તો ગાંધીજી પણ મીઠા સત્યાગ્રહ ના બદલે રોડ સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ

  • માત્ર એક વર્ષમાં રોડ પર ફરી વળતા વરસાદી પાણી બચવા રોડ લેવલ ઉંચુ તો કર્યું પણ રોડ ના બન્યો છે
  • ગત વર્ષે જ તૂટેલો ભાગ બીજા ચોમાસા માં વધુ બિસ્માર બન્યો છે. 
  • ⁠લોકો ગાડી લઇ રોડ સાઈડ પર પટકાઈ જવા સાથે શારીરિક આપડા વેઠવાનો વારો આવ્યો છે. 

ગાંધીજી જે માર્ગ પર થી દેશ ની આઝાદી ની લડત માં મીઠા સત્યાગ્રહ માટે દાંડી યાત્રા યોજી હતી તે સમયે સરસ રીતે  ગાંધીજી પસાર થઇ ગયા હતા. પણ વર્તમાન પરિસ્થિતિ માં જો ગાંધીજી હયાત હોટ તો અને તેવો દાંડી યાત્રા એ નીકળે અને અંકલેશ્વર હાંસોટ વચ્ચે ના દાંડી માર્ગ પર પસાર થાય તો તેઓ એ મીઠા માટે યોજેલી દાંડી યાત્રા સાથે રોડ સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિ દાંડી હેરિટેજ માર્ગ ની જોવા મળી રહી છે. હેરિટેજ માર્ગ એટલે આપણે જાને રોયલ માર્ગ ની અનુભૂતિ થાય પણ વર્તમાન પરિસ્થિતિ માં તંત્ર ની અનદેખી ને લઇ રોયલ અનુભવ થાય પણ તે માર્ગ પસાર થતા વાહન મા જ જાણે રોલર કોસ્ટર માં પસાર થતા હોય તેવી અનુભૂતિ થાય છે. ખાસ કરી ને કડકિયા કોલેજ થી અંકલેશ્વર તરફ આવતા ભાગ માં ફ્રેટ કોરિડોર બ્રિજ સુધી નો માંડ 600 મીટર નો માર્ગ પર પસાર થવું એટલે વાહન ચાલકો માટે પહાડી માર્ગો પર પસાર થવા જેવી સ્થિતિ છે. રોડ પર વાહનો પસાર થયા હોય ત્યારે ડાન્સિંગ વાહનો માંથી પસાર થયા હોય તેમ વાહનો ધીમી ગતિ એ ઉછળકૂદ કરતા પસાર થાય છે. આવા માં જો અચાનક કોઈ વાહન ચાલક બ્રેક મારે તો પાછળ આવતા વાહન ચાલક સીધો  જ ભટકાઈ શકે છે. અત્યંત બિસ્માર માર્ગ ને લઇ વાહન નું મેન્ટેનન્સ વધવા સાથે લોકો શારીરિક યાતના સાથે હોસ્પિટલ ના પણ ચક્કર વધી રહ્યા છે  .બિસ્માર માર્ગ પર થી જ અધિકરીઓ પસાર થવા હોવા છતાં પણ માર્ગ નું દુરૂસ્તી કરણ ના કરવામાં આવતા ગ્રામજનો દ્વારા રોડ સત્યાગ્રહ યાત્રા કઢાવી પડે તો નવાઈ નહિ.

error: Content is protected !!
Scroll to Top