Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર શહેરમાં પડેલા રોડ ના ગાબડાં અંતે પાલિકા પુરવા ની શરૂઆત કરી હતી.

ગત રોજ અહેવાલ આવતા જ સવાર થી પાલિકા દ્વારા જ્યોતિ સિનેમા થી લઇ ઠેર ઠેર ગાબડાં પર મેટલ સાથે કોલીસ પોલ પાથરી હતી.

અહેવાલ આવ્યા બાદ જાગતું તંત્ર પહેલા જ જો ખાડા પુરી દીધા હોટ તો શરુ ની લોક ચર્ચા શરુ થઇ છે. 

અંકલેશ્વર શહેર ના બિસ્માર માર્ગો અંગે ગત રોજ અહેવાલ પ્રકાશિત કરી તંત્રને તેની અનદેખી પ્રત્યે ઝંઝોળવામાં આવ્યા હતા અંતે સવાર પડતાજ તંત્ર દોડતું થયું હતું અને મેટલ સાથે કોલી સ પોલ સાથે એક એક ખાડા માનવ બળ સાથે પૂરતા નજરે પડ્યા હતા જેમાં પણ અહેવાલ માં ઉલ્લેખ કરવામાં આવેલ જ્યોતિ સીનેમા પાસે થી જ શરૂઆત કરી હતી. જે બાદ ત્રણ રસ્તા સર્કલ થી લઈ બિરસાં મુંડા સર્કલ સુધી ના માર્ગ પર ખાડા પૂરાન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકો માં ચર્ચા જાગી હતી કે કોઈ બોલે કે પછી અહેવાલ પ્રકાશિત થયા બાદ જાગતા વહીવટી તંત્ર ખુદ ત્યાંથી રોજે રોજ પસાર થતા હોવા છતાં રોડ ના ખાડા પુરવા માં આળસ કરી રહ્યા હતા. જો પહેલા થી જ આ ખાડા પુરી દેવામાં આવ્યા હોટ તો શરુ થાત નહિ તો કુંભકર્ણ ની નિંદ્રા માં સુતેલા તંત્ર ના કાન માં પીપુડી વગાડે તોજ જાગે તેવી અનુભૂતિ લોકો ને થઇ રહી છે.

error: Content is protected !!
Scroll to Top