Vaat Ankleshwarni

તાજા સમાચાર

વરસતા વરસાદ માં આરસીસી રોડ નું કામ કરતા ઇજારદાર નો વિડીયો વાયરલ થયો હતો.

  • અંકલેશ્વર ના પીલુદ્રા ગામ માં ઈજરદાર ની ગંભીર બેદરકારી સામે આવી હતી
  • ⁠ગત રોજ બનેલી ઘટના નો વિડીયો બીજા દિવસે સામે આવ્યો હતો.
  • ⁠જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇજારદાર સામે કાર્યવાહી શરુ કરી હતી.

અંકલેશ્વર ના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ના ઇજારદાર ની બેદરકારી દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે. ગઈકાલે વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. વરસતા વરસાદ વચ્ચે આર સીસી રોડનું કામ ચાલુ હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વરસાદ વચ્ચે કરવામાં આવેલી આ કામગીરી કેટલો સમય ટકશે તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા માર્ગ અને મકાન વિભાગને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે વાયરલ વિડીયો સામે આવતા જ વિભાગ દ્વારા ત્વરિત અસર થી ઈજરદાર ના જવાબ લેવામાં આવ્યા હતા. અને જરૂરી તપાસ શરુ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top