- ગડખોલ ના લઇ ઐય્યાપ્પા મંદિર પાસે જ ઊંડા ખાડા માં પટકાતા વાહન ચાલકો ને શારીરિક આપડા વેઠવી પડી રહી છે.
- ઠેર ઠેર રોડ પર ગાબડાં થી વાહન ચાલકો ને પડતી હાલાકી સામે તંત્ર દ્વારા મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત ત્વરિત ખાડા પુરે એ જરૂરી બન્યું છે.
અંકલેશ્વર માં વરસાદ બાદ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છવાયું છે. એ નેશનલ હાઇવે કે પછી સ્ટેટ હાઇવે કે પછી શહેર અને ગ્રામ્ય ના આંતરિક માર્ગો બસ જ્યાં જુવો ત્યાં કમરતોડ ખાડા જ જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર ગડખોલ પાટિયાથી માંડવા જતા મૂક્યા માર્ગ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું,ખાડાના કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે મસમોટા ખાડા ના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ખાડાને ને લારી શારીરિક સમસ્યા તો ખરી જ પણ હવે વાહનો નું મેન્ટેનન્સ પણ વધી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઠેર ઠેર ખાડા પડતા ખાડા પૂરવા તેમજ રસ્તા બનાવવાની માંગ લોકો કરી રહ્યા છે.