Vaat Ankleshwarni

તાજા સમાચાર

શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ શીતળા સાતમ ને ટાઢી સાતમ પણ કહે છે.

આ પર્વના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે

ત્યારે .અંકલેશ્વર માં વિવિધ મંદિરો ખાતે સૌભાગ્ય વતી મહિલા ઘીનો દીવો પ્રગટાવી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીએ ધન્યતા અનુભવે છે. જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલા જ શીતળા સાતમ આવે છે. આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે.લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે.જેમાં સૌભાગ્યવતિ સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા-અર્ચના કરે છે.શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદ ને સાતમના દિવસે આવે છે. આ દિવસે મહિલાઓ ચૂલો કે સગડી સળગાવતી નથી આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માં ની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહેવાય છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે . ત્યારે આ પાવન દિવસે અંકલેશ્વર ના વિવિધ મંદિરો ના પટાંગણ ખાતે સૌભાગ્ય વતી મહિલા એ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી. આ દિવસે વ્રત કરનાર મહિલા સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરીને ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરી હતી

error: Content is protected !!
Scroll to Top