કેવડિયા ડેમ માંથી વધુ 3.86 ક્યુસેક પાણી છોડવામાં આવતા રાત્રી ના પુનઃ સપાટી વધી 21 ફૂટ પહોંચવાની શક્યતા છે.
•માછીમારો ને નદી નહિ ખેડવા તેમજ કિનારા પર લોકો ને ન જવા તંત્ર ની અપીલ કરી છે

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ માંથી ગત રોજ 3.83 લાખ ક્યુસેક બાદ આજરોજ પુનઃ 3.86 લાખ પાણી છોડવામાં આવ્યું છે. ગત રોજ છોડવામાં આવેલ પાણી બાદ ગોલ્ડન બ્રિજ ખાતે મહત્તમ 19 ફૂટ નીચે સપાટી પહોંચી હતી. જે હાલ નીચે આવી 17 ફૂટ પર સ્થિર થઇ હતી. જો કે પુનઃ છોડવામાં આવેલું પાણી ને લઇ રાત્રી ના 21 ફૂટ વોર્નિગ લેવલ નજીક સપાટી સ્પર્શી શકે છે. હાલ નર્મદા મૈયા બ્રિજ પાસે 17 એટલે કે વોર્નિંગ લેવલ 21 ફૂટ થી 4 ફૂટ નીચે ને ભયજનક 24 ફૂટ ની સપાટી થી 7 ફૂટ નીચે વહી રહી છે. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરી સ્થિતિ પર નજર રાખવામાં આવી છે. ત્યારે હજુ પણ તમામ ગામ ના નોડલ અધિકારી તલાટીઓને સ્ટેન્ડ બાય ગામ ખાતે રાખી નજર રાખવામાં આવી રહી છે, આ અંગે વધુ માહિતી આપતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત એ જણાવ્યું હતું કે નર્મદા નદી માં ઉપરવાસમાંથી પાણી આવક વધતા સરદાર સરોવર ડેમ ખાતે થી 3.86 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વર્તમાન સમય માં ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 17 ફૂટ પર વહી રહી છે. હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે નાવિકો અને માછીમારો ને નર્મદા નદી માં ના જવા તેમજ નર્મદા કિનારે લોકો ને ન જવા અપીલ છે.