કિસાન નિધિ સન્માન યોજના હેઠળ ખેડૂતોને ખાતામાં 20 મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરી સંબોધન કર્યું હતું. આ સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતો ના ખાતામાં 20 મો હપ્તો પણ જમા કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કિસાન નિધિ સન્માન યોજના હેઠળ આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરવામાં આવ્યો હતો. આ સાથે જ ખેડૂતોને સહાય સાધનોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને સબસીડી મારફતે મળતાં ખેત ઓજારના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, એ.પી,એમ.સી.ના ચેરમેન મુકેશ પટેલ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા..