- આ ટાંકી જર્જરિત અને બિનઉપયોગી થઈ ગઈ હતી,
- જેના કારણે મંદિર ટ્રસ્ટે તેને ઉતારી લેવા નિર્ણય લીધો હતો.
ટાંકી ઉતારતા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આસપાસનો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો હતો. ગણતરીની સેકન્ડોમાં જ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટ ના આગેવાન જીતુભાઈએ જણાવ્યું કે આ ટાંકી 25 વર્ષ પહેલાં સોસાયટી બિલ્ડર દ્વારા બનાવવામાં આવી હતી. સમય જતાં તેનો કોઈ ઉપયોગ રહ્યો ન હતો અને મંદિર પરિસરમાં તે નડતરરૂપ બની હતી. આથી તેને સુરક્ષિત રીતે ઉતારી લેવા નો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી અને સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત રીતે પાર પાડવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ પણ આ કામગીરીને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.