આ કાર્યક્રમમાં રૂ.586.02 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.51.88 કરોડના નવનિર્મિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે.

સોમવાર ના રોજ અંકલેશ્વર ખાતે રાજ્યના મુખ્યમંત્રી અંકલેશ્વર ના મહેમાન બની રહ્યા છે. તેમના દ્વારા વિવિધ ક્ષેત્રમાં 637.90 કરોડ વિવિધ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. શિક્ષણ વિભાગ અંતર્ગત રૂ.18.29 કરોડના 17 કામો હાથ ધરાશે. આમાં રૂ.4.82 કરોડના 8 કામોનું ખાતમુહૂર્ત અને રૂ.13.47 કરોડના 9 કામોનું લોકાર્પણ થશે. નવી શાળાઓ અને વર્ગખંડોના નિર્માણથી ભરૂચ, જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના હજારો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણનું વાતાવરણ મળશે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં અંડરપાસ, ગરનાળા, પેવર બ્લોક રસ્તા અને ફિશ માર્કેટ નું આધુનિકીકરણ કરવામાં આવશે. આ કામોથી એક લાખથી વધુ શહેરીજનો અને માછીમાર સમુદાયને લાભ થશે. ભરૂચ જિલ્લામાં નવા રસ્તાઓનું નિર્માણ થી ભારે વાહનો અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થશે. આનાથી ઈંધણ અને સમયની બચત થશે તેમજ લોકોની મુસાફરી સરળ બનશે. આરોગ્ય સુખાકારી માટે રૂ.1.95 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 3 વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. નેત્રંગ તાલુકામાં એક આરોગ્ય કેન્દ્ર, એક પેટા આરોગ્ય કેન્દ્ર અને આમોદ તાલુકામાં એક પેટા આરોગ્ય કેન્દ્ર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કોસમડી ગામ ખાતે 60,000 ચો.મીટર વિસ્તારમાં રૂ.6.90 કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુવાનોની રમતગમત પ્રતિભાને ખીલવવામાં મદદરૂપ થશે. મુખ્યમંત્રી અંકલેશ્વરમાં નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગર અને જી.આઈ.ડી.સી.ની પણ મુલાકાત લેશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશભાઈ વસાવા, ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લાના પદાધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહેશે. સી.એમ ના આગમન પૂર્વે અંકલેશ્વર માં શારદા ભવન થી સી.એમ જ્યાં થી આવવા છે ને જ્યાં જવાના છે. તે માર્ગ પર સી.એમ ની ગાડી સાથે ના કોનવે ગાડી ઓ સાથે નું રિહર્સલ કરવામાં આવ્યું હતું. વધુ માં માર્ગ પર પોલીસ બંદોબસ્ત સાથે માં શારદા ભવન ટાઉન હોલ ખાતે ડોગ સ્કોર્ડ. એફ.એસ.એલ અને બોમ સ્કોર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.