- સ્થાનિક ગ્રામજનો દોડી આવી વૃદ્ધને બચાવી લીધો હતો.
- વૃદ્ધ દાદા નું એક જ રટણ મને સુ કામ બનાવ્યો મારે મરી જવું છે, હું જીવન થી કંટાળી ગયો છું.
- ગ્રામજનો અને યુવાનો 108 બોલાવી વૃદ્ધ ને હોસ્પિટલ ખસેડાયો હતો.
અંકલેશ્વર નર્મદા કિનારે આપઘાતની કોશિશ કરી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર ની બાજુમાં આવેલા જૂના બોરભાઠા બેટ ગામ ના સ્મશાન વાળા નદી કિનારે એક વૃધ્ધ એ જીવન થી કંટાળી આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. જ્યાં સદનસીબે ગામ ના યુવાન ત્યાં હોઈ દાદા ને ડુબતો જોઈ નદીમાથી બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા. બચાવ્યા બાદ વૃદ્ધ નો એક જ વલોપાત જોવા મળ્યો હતો. વૃદ્ધ દાદા નું એક જ રટણ મને સુ કામ બનાવ્યો મારે મરી જવું છે, હું જીવન થી કંટાળી ગયો છું. ત્યારે વૃદ્ધ ની મનઃસ્થિતિ ને લઇ વૃદ્ધ કોણ છે. અને ક્યાં થી આવ્યો હતો. તે જાણી શકાયું ના હતું .અને વૃદ્ધ ને 108 બોલાવી પ્રથમ યુવાનો દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે એ ડિવિઝન પોલીસ ને જાણ થતાં તેમના દ્વારા પણ ઘટના અંગે તપાસ શરુ કરી હતી.