Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21 ફૂટ પર પહોંચી હતી. સરદાર સરોવર ડેમ માંથી બે દિવસમાં 7 લાખ ક્યુસેક કરતા વધુ પાણી નર્મદા નદી માં ઠલવાયું  છે.

  • નર્મદા ડેમના 5 દરવાજા 54 કલાક બાદ બંધ થયા છે. 
  • ડેમ મહત્તમ 133.50 મીટર અને ગોલ્ડન બ્રિજ 20.92 ફૂટે સ્પર્શી પરત ફરી રહ્યા છે.
  • ભયજનક સપાટીથી 3 ફૂટ નીચે નર્મદા વહ્યા બાદ ધીમી ગતિ એ પાણી ઉતરવાની શરૂ આત થઇ હતી

રવિવારે સાંજે 4 કલાક નર્મદા ડેમની સપાટી 132.18 મીટર અને ગોલ્ડન બ્રિજ નદીની સપાટી 20.86 ફૂટ નોંધાઇ છે.  ઉપરવાસમાંથી આવક માત્ર 73803, નદીમાં જાવક 1.45 લાખ ક્યુસેક થઈ છે.  હાલ 10 દરવાજા 1.75 મીટર ખુલ્લા રખાયા છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 133.50 મીટર અને ભરૂચમાં ગોલ્ડન બ્રિજ જળસ્તર 20.92 ફૂટે સ્પર્શી છે.  સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમના પહેલા 5 બાદ 10 અને પછી 15 દરવાજા ખોલાયા હતા. ડેમમાં અપસ્ટ્રીમ માંથી પાણીની મહત્તમ આવલ 4.35 લાખ ક્યુસેક સુધી પહોંચી હતી 1 ઓગસ્ટ સવારે 8 કલાક કુલ 15 દરવાજા ખોલી નખાયા હતા. ડેમમાંથી નર્મદા નદીમાં મહત્તમ 3.95 લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. ભરૂચ ગોલ્ડન બ્રિજ નર્મદા નદીનું જળસ્તર આજે રવિવારે બપોરે મહત્તમ 20.92 ફૂટે પહોંચી હતી. ઉપરવાસમાંથી પાણી ની આવક ઘટીને 73803 ક્યુસેક થઈ જતા આજે બપોરે 2 કલાકે ડેમના 5 દરવાજા બંધ કરી દેવાયા હતા. હાલ ડેમમાંથી નદીમાં 1.45 લાખ ક્યુસેક પાણી ઠલવાય રહયુ હોય ગોલ્ડન બ્રિજ ખાતે સાંજે 4 કલાકથી સપાટી નીચે ઊતરી 20.86 ફૂટ નોંધાઈ હતી. જ્યારે નર્મદા ડેમનું લેવલ ઘટીને 132.18 મીટરે ઉતર્યું હતું.

error: Content is protected !!
Scroll to Top