Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર પંચાતી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિર હિંડોળા મહોત્સવ ભક્તો ની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

  • પૌરાણિક રાધા-વલ્લભ હવેલી ખાતે યોજાતા હિંડોળા મહોત્સવ માં ભક્તોની ભીડ જામી રહી છે.
  • હવેલી ના સેવા અધિકારી શ્રી મનોજ લાલજી ગોસ્વામી ના સાનિધ્ય નિત્ય નવીન હિંડોળા દર્શન નો લ્હાવો ભક્તો લઇ રહ્યા છે

અંકલેશ્વર પંચાતી બજાર વડ ખાતે આવેલા પૌરાણિક શ્રી રાધાવલ્લભ હવેલી ખાતે હિંડોળા મહોત્સવ ની ઉજવણી ભારે શ્રદ્ધા ભેર કરવામાં આવી રહી છે. હવેલી અધિકારી મનોજ લાલજી ગોસ્વામીજી ના સાનિધ્ય માં તેમાં સ્વ હસ્તે હિંડોળા મહોત્સવ અંતર્ગત કલાકૃતિ ની સુંદર ઝાંખી યોજવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં હવેલી ના વૈષ્ણવજનો અને હવેલી ના નિત્ય દશનાર્થીઓ આ હિંડોળા ઉત્સવમાં લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ઠાકોરજી ની હવેલીમાં હિંડોળા શ્રાવણ સુદ ત્રીજ હરિયાળી ત્રીજ થી નારિયેળી પૂનમ રક્ષાબંધન સુધી પ્રતિ વર્ષ આયોજન કરવામાં આવે છે. વૈષ્વવજનો દ્વારા પોતાના જન્મ દિન અથવા સ્વજન ની યાદ માં હિંડોળા ઉત્સવ આયોજન કરાવી રહ્યા છે જેનો લ્હાવો ભક્તો લઇ રહ્યા છે.

error: Content is protected !!
Scroll to Top