Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરમાં નર્મદાના પાવન જળમાં ભક્તિભાવ સાથે વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

  • તંત્ર ની વ્યવસ્થા થી ભક્તો અભિભૂત થયા હતા.
  • અંકલેશ્વર બોરભાઠા અને બોરભાઠા બેટ ખાતે હજારો માઇ ભક્તો માતાજી નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું.
  • જળ સ્તર ને લઇ ભક્તો પાસે મુક્તિ મેળવી તંત્ર એ જાતે જ બોટ વડે વિસર્જન શ્રદ્ધાભેર કરાયું હતું. 

અંકલેશ્વરમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે ભક્તોએ નર્મદા નદીના પાવન જળમાં દશામાંની મૂર્તિઓનું વિસર્જન કર્યું. બોરભાઠા બેટ નજીક આવેલી નર્મદા ઘાટ પર ભક્તોએ પરંપરાગત વિધિ પૂર્વક પૂજા-અર્ચના કરી શોભાયાત્રા સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. વિસર્જન યાત્રા દરમિયાન “દશામા જી કી જય”ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. નર્મદાના પાવન જળમાં વિસર્જન સમયે ભક્તોએ ફૂલો, ધૂપ અને દીપકથી આરતી ઉતારી પરમ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.  પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વ્યવસ્થા દ્વારા ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી. દશામાના વ્રત દરમિયાન ભક્તોના દુઃખ ડા હરતા માં દશામાંની મૂર્તિઓના આ રીતે વિધિવત વિદાય આપવામાં આવી હતી.

error: Content is protected !!
Scroll to Top