Vaat Ankleshwarni

તાજા સમાચાર

વાલીયા ના ગુંદીયા ની કરુણાંતિકા સર્જાઈ હતી. ખેતરમાં લગાવેલા વીજ પ્રવાહિત તારને અડકતાં મહિલા અને જીઆરડી જવાનનું મોત નીપજ્યું હતું.

  • બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
  • ⁠પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં એક દુઃખદ ઘટના બની છે. ખેડૂત રામસિંગ વસાવાએ પોતાના શેરડીના ખેતરમાં જંગલી પશુ થી પાક બચાવવા માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો. 3 ઓગસ્ટ બપોરે 12:30 થી 4 ઓગસ્ટના સવારે 8 વાગ્યા દરમિયાન ગામના સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા અજાણતાં આ તાર ને અડી ગયા હતા. બંનેને જોરદાર વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં વાલિયા પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક પ્રવીણ વસાવા વાલીયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળ (GRD)માં સેવા બજાવતો હતો. તેના આકસ્મિક અવસાન થી GRD જવાનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે

error: Content is protected !!
Scroll to Top