- જનતા નગર અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
- સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગના દયા ફાઉન્ડેશન ટીમને જાણ કરી હતી.
- ટીમ એ અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો

અંકલેશ્વર ના ગડખોલ ગામ ખાતે આવેલ જનતાનગર જેવા ભરચક વિસ્તાર માં ગત રાત્રી ના ખોરાક ની શોધ માં અજગર આવી ચઢ્યો હતો. અજગર જોતા જ લોકો માં ભય નો માહોલ છવાયો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ ને દયા ફાઉન્ડેશન ની ટીમ સ્થળ પર દોડી આવી હતી. અને અજગર ( ઇન્ડિયન રોક પાયથન) ને ઝડપી પાડ્યો હતો. આ અંગે દયા ફાઉન્ડેશન ના સભ્ય કમલેશ પટેલ એ જણાવ્યું હતું કે ત્રણ થી ચાર ફૂટનો અજગર હોવાનું જણાવ્યું હતું. જેને પકડી અને વન વિભાગ ને સુપ્રત કરવામાં આવ્યો હતો તેમના દ્વારા આરોગ્ય તપાસ કરી તેને સુરક્ષિત વાતાવરણ માં અન્ય રેન્જ માં છોડી મુકવાની તજવીજ શરુ કરી હતી.