અંકલેશ્વર એ અને બી ડિવિઝન તેમજ હાંસોટ પોલીસ મથક માં 38 ગુનામાં પકડાયેલા દારૂ નાશ કરવામાં આવ્યો હતો.
- વિવિધ બ્રાન્ડની 75322 બોટલ પર રોડ રોલર ફરતા જ દારૂ ના ફુવારા ઉડ્યા હતા.
- ઉચ્ચ અધિકારીઓ ની હાજરી માં બોડી વોમ કેમેરા અને વિડિયો રેકોર્ડિંગ સાથે નાશ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારના છેવાડે આવેલ યોગી એસ્ટેટ ખાતે પોલીસ દ્વારા રૂ. 2 કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો . અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદિપ સિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત, ડીવાયએસપી ડૉ.કુશલ ઓઝા,તેમજ એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સ્થળ પર હાજર રહ્યા દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર ડિવિઝન અને ડિવિઝન તથા હાસોટ પોલીસ મથકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સમયાંતરે ઝડપાયો હતો. આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી. જે પરવાનગી આવ્યા બાદ આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારના છેવાડે આવેલ યોગી એસ્ટેટ ખાતે દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝન 2 પોલીસ મથકમાં 38 ગુનામાં પકડાયેલા રૂ. 2 કરોડ ઉપરાંત વિવિધ બ્રાન્ડની 75,322 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.પોલીસ વિભાગ દ્વારા દારૂબંધીના કાયદાના અમલ માટે સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ વહીવટી તંત્રના અધિકારીએ જણાવ્યું હતું.