પોરબંદરની વિશ્વકર્મા કંપનીની મરીન સેલ્વેજીંગના નિષ્ણાતો દ્વારા સહી સલામત બહાર કાઢી આજે માલિક સોંપી હતી જ્યાં ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા.
- લટકતી ટેન્કર અંકલેશ્વર શિવમ રોડલાઈન્સ 29માં દિવસે પરત મળી હતી.
- વિશ્વાકર્મા કંપની એ રિપેર પણ કરી આપ્યું હતું.
વડોદરા ના મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના ગત તા. 9 જૂલાઇની વહેલી સવારે સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 22 નિર્દોષોના મોત નિપજ્યાં છે. તેવામાં બ્રિજ પર લટકી રહેલી શિવમ રોડ લાઇન્સ ટેન્કર સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. જેને ગતરોજ પોરબંદરની વિશ્વકર્મા કંપનીની મરીન સેલ્વેજીંગના નિષ્ણાતો દ્વારા સહી સલામત બહાર કાઢી આજે માલિક સોંપી દેવામાં આવી હતી. જેને આજે આંકલાવ તરફ લાવવામાં આવી હતી. આ ટેન્કર આજે તમને પરત આપવામાં આવી છે. ટેન્કરમાં જે નુકસાન થયું હતું તેના પણ વિશ્વકર્મા કંપની દ્વારા રિપેર કરી આપવામાં આવ્યું છે. ટેન્કર પર મળતા શિવમ રોડ લાઇન્સ ના માલિક ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ટેન્કરને ખેંચવા માટે મશીનરી લગાવવામાં આવી હતી, તે મશીનરી હટાવ્યા બાદ ટેન્કર ફરી રોડ પર ફરતી થશે. ટેન્કર ના માલિક રમાશંકર પોતાની ગાડી સહી સલામત પરત મળતા તેમણે ટેન્કરની ડ્રાઈવર સીટ પર બેસી ભગવાનનો આભાર માની પગે લાગ્યા હતા .ટેન્કર લઇ અંકલેશ્વર ખાતે પરત આવ્યો હતો.