- સ્ટેશન વિસ્તાર ના સરકાર ગ્રુપ ની શોભાયાત્રા માં સાઉથ ઇન્ડિયન ફોક ગ્રુપ એ આકર્ષણ જમાવ્યું હતું.
- ડી.જે સાથે સરગમ કોમ્પ્લેક્ષ થી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યા માં ગણેશ ભક્તો આગમન યાત્રામાં જોડાયા હતા.
ગણેશ ચતુર્થી ના આગમન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલ માં ગણેશ સ્થાપન ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને અને ગણપતિ બાપ્પા ની વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે આ વર્ષે પણ ગણપતિ બાપ્પાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર ના સ્ટેશન રોડ સ્થિત સરકાર ગ્રુપ દ્વારા સરગમ કોમ્પ્લેક્સ થી ત્રણ રસ્તા સર્કલ ખાતે થી શ્રીજી ની આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં શ્રીજી ની આરતી ઉતારી હતી અને વાજતે ગાજતે આગમન યાત્રા નીકળી હતી શહેરના મુખ્ય માર્ગ ઉપર થઇ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી. સાઉથ ઇન્ડિયન ગ્રુપ પારંપરિક ટ્રેડિશનલ ડ્રેસ તેમજ નગારા સાથે નીકળી હતી તો ડી. જે ના સથવારે નીકળેલી આ આગમન યાત્રા ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર થઇ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી આગમન યાત્રા માં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા