અંકલેશ્વર શહેરના કેશવ પાર્કમાં રહેતા મહિલા ત્રણ વર્ષીય પુત્રી સાથે મંદિર જતી હતી,તે અરસામાં ધોળે દિવસે અજાણ્યો ઈસમ તેમના ગળામાંથી રૂપિયા 1.25લાખના કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થઇ ગયો હતો.
- ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી.

અંકલેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા મેઘા હિતેશભાઈ સાવળે નજીકમાં આવેલ ગંગા જમના સોસાયટી માં પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક બાઈક પર અજાણ્યો ઈસમ ધસી આવ્યો હતો,અને મેઘાબેન ગળામાં પહેરેલા રૂપિયા 1.25લાખના કિંમતનું મંગળસૂત્ર આંચકીને ગઠિયો ફરાર થઇ ગયો હતો. તેઓ બુમાબુમ કરતા પુરપાટ ગઠિયો ગુજરાત હાઉસિંગ બોર્ડ ની ગલીઓ માં ગાડી ભગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. ધોળા દિવસે બનેલી ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાય ગયો હતો. ઘટના અંગે મેઘાબેન દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી,પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.