- અંકલેશ્વર શ્રી બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા સ્વાગત કરાયું હતું.
- મહારાષ્ટ્ર પુના થી 10 સાઇકલ યાત્રા રાજસ્થાન રામદેવરા 1300 કિમિ સાઇકલ યાત્રા કરશે

રાજસ્થાન ના રામદેવરા સ્થિત બાબા રામદેવપીર ના મંદિર માં અતૂટ શ્રદ્ધા ને લઇ રાજસ્થાની સમાજ તેમના ભક્તો પ્રતિ વર્ષ સાઇકલ યાત્રા કાઢી દર્શનાર્થે પહોંચતા હોય છે. જે અંતર્ગત 8 મી વાર મહારાષ્ટ્ર પુના થી 10 જેટલા સાઇકલ યાત્રી ઓ સાઇકલ લઇ નીકળ્યા હતા. 1300 કિમિ આ લાંબા પ્રવાસ દરમિયાન તેઓ આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેમનું અંકલેશ્વર શ્રી બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . અને તેમના માટે પ્રસાદી પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ થોડા વિરામ બાદ સાઇકલ યાત્રા આગળ જવા રવાના થયા હતા