- સ્થાનિક તરવૈયાઓએ ત્વરિત અસર થી બચાવી લીધી હતી.
- નાવડી માં બેસાડ્યા બાદ પુનઃ નાવડી માંથી બીજી વાર પણ કૂદવા નો પ્રયાસ કર્યો હતો.
- 108 ની મદદ થી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

ભરૂચથી અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવતીએ નદીમાં કૂદકો લગાવ્યો હતો. ઘટનાસ્થળે હાજર રાહદારીઓએ યુવતીને જોઈને તરત જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી નો સંપર્ક કર્યો હતો.ધર્મેશે સ્થાનિક નાવિકોને જાણ કરી યુવતી નર્મદા નદીમાં પડી હોવાની માહિતી આપી હતી. નાવિકો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા અને યુવતીને નાવડીમાં બચાવી લીધી હતી. પરંતુ હાલત સામાન્ય થાય તે પહેલા યુવતી ફરી નાવડી માંથી નદીમાં કૂદવાની પ્રયાસ કર્યો હતો. નાવિકની સતર્કતા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તથા તેમની ટીમના પ્રયત્નોથી યુવતીને ફરીથી બચાવી લેવામાં આવી હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. યુવતીને પ્રાથમિક સારવાર આપી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.અંકલેશ્વર ભગવતી નગર માં યુવતી ને રહેતી હોવાનું સામે આવ્યું છે. યુવતી એ આપઘાત કરવાનો પ્રયાસ કેમ કર્યો તે સામે આવ્યું નથી. પરંતુ નર્મદા નદી માં નર્મદા મૈયા બ્રિજ પર થી મોતની છલાંગ ની ઘટના વધે એ પૂર્વે નર્મદા મૈયા બ્રિજ ની બન્ને તરફ જાળી લગાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના અધિકારી રોનક શાહ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ કામગીરી શરૂ થશે.