વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આ ભવનનું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કુલ રૂ.35 લાખના ખર્ચે નિર્માણ પામેલ બિરસા મુંડા ભવન આધુનિક સુવિધાઓ થી સજ્જ કરાયું છે. આ હોલ નો ઉપયોગ સ્થાનિક નાગરિકો વિવિધ પ્રસંગો, મીટીંગો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડા માટે કરી શકશે. આ ભવન સમાજના વિકાસ અને સામાજિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે. આદિવાસી દિવસ અનુલક્ષી ને તેના લોકાર્પણ કાર્યક્રમ અંકલેશ્વર હાંસોટ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સમારોહ માં પાલિકા પ્રમુખ લલીતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા અને અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેર અને તાલુકાના અન્ય આગેવાનો, સમાજ ના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ પણ હાજરી આપી હતી.