અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી અને હિંદુ ધર્મ સેના ગુજરાતના આયોજન હેઠળ યોજાયેલ આ યાત્રાનો હેતુ સનાતન હિંદુ ધર્મના લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.

કાવડ યાત્રીઓએ પાવન નર્મદા નદીમાંથી જળ કાવડમાં ભરી પ્રસ્થાન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રણા પણ હાજર હતા. હિંદુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગ સિંહ વાસિયા, સુધીર સિંહ અટોદરિયા અને ઝીણા ભરવાડ સહિત અનેક સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ યાત્રામાં કુલ 108 કાવડયાત્રા જોડાયા હતા. આ યાત્રા બાયપાસ ચોકડી થઈને આમોદ અને જંબુસર માર્ગે કાવી-કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પહોંચી. ત્યાં તેઓ ભગવાન સ્તંભેશ્વર ને પાવન જળથી જળાભિષેક કરશે. આ યાત્રા નો મુખ્ય ઉદ્દેશ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર કરવો તેમજ શ્રદ્ધા અને ભક્તિ ની ભાવના ફેલાવવાનો છે.