- સવારે સાઢુભાઈ ને અંદાડા લઇ અભેટા ગામ જઈ રહ્યા હતા.
- કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ફરાર થઇ ગયો થઇ ગયો હતો.
- ઘટના અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર તાલુકાના નૌગામા ખાતે પ્રકાશ ભાઈ વસાવા તેની ભાભી ને અંભેટા ગામ ખાતે મૂકી આવ્યા બાદ અંદાડા ગામ ખાતે રહેતા સાઢુભાઈ ધર્મેશભાઈ ને લેવા અંદાડા ગામ ખાતે આવ્યા હતા. ત્યારથી રાત્રીના 9:30 વાગ્યાના અરસામા નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં ધંતુરીયા ગામ ના પાટિયા પાસે પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન હાંસોટ તરફથી આવતી એક બ્રેઝા કાર ચાલક એ પુરપાટ આવી તેમની એક્ટિવા મોપેડને ટક્કર મારતા ગંભીર ઇજા પહોંચી હતી. બને માથા તેમજ શરીરે ગંભીર ઇજા ના પગલે સ્થળ પર જ મોત નિપજ્યા હતા. ઘટના ની જાણ સ્થાનિક લોકો ને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ નૌગામા સરપંચ ને જાણ કરી તેમના પરિવાર જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને સ્થાનિક લોકો ની મદદ થી મૃતદેહ પી.એમ અર્થે ખસેડાયો હતો તેમજ બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ મૃતક પ્રકાશભાઈ ના ભાઈ દીપકભાઈ વસાવા એ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.