Vaat Ankleshwarni

તાજા સમાચાર

પાલેજ પોલીસે વલણ ગામેથી કતલખાને લઈ જવાતી 24 ભેંસોને બચાવી

પોલીસે ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કન્ટેનર ટ્રક, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 8.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બનાવની વિગતો અનુસાર પાલેજ પોલીસ મથકના એ.એસ.આઈ. અશ્વીન ધીરુભાઈને બાતમી મળી હતી કે વલણથી વ્યારા તરફ કતલ માટે ભેંસો લઈ જવાઈ રહી છે. વલણ ફાટક પાસે વાહન રોકવાનો સંકેત આપતાં ચાલકે ટ્રક રોડ સાઇડ પર મૂકી દીધી હતી. તપાસમાં 24 ભેંસોને ટૂંકા દોરડાંથી બાંધેલી મળી આવી હતી. તેમને ઘાસ-પાણી, હવા-ઉજાસ અને મેડિકલ સુવિધા વિના લઈ જવામાં આવી રહી હતી. પોલીસે 24 ભેંસો (કિંમત રૂ.3.60 લાખ), અશોક લેલન્ડ કન્ટેનર ટ્રક (કિંમત રૂ. 5 લાખ), બે મોબાઇલ ફોન (કિંમત રૂ.15,500) અને રોકડ રૂપિયા 12,900 કબ્જે કર્યા છે. આરોપીઓમાં ભરૂચના આમીનખાન અબુ મોહમ્મદ શેખ, યાસીન ઉસ્માન માલા અને વલણ, કરજણના પરવેઝ સિંધીનો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાયસહિતા-2023, પશુ ઘાતકીપણાનો કાયદો-1960 તથા ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ-2005 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

error: Content is protected !!
Scroll to Top