- એસ.ડી. એમ ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
- ગણેશ ઉત્સવ ને અનુલક્ષી ને જરૂરી કામો અંગે રજુઆત કરવા શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર સભ્યો પહોંચ્યા હતા.
- ડીજીવીસીએલ અધિકારીઓની હાજરીમાં જુનિયર એન્જિનિયર દ્વારા દૂર વ્યવહાર કરતા રજુઆત કરાઈ હતી.
અંકલેશ્વર માં આગામી ગણેશ ઉત્સવ અનુલક્ષી ને વીજ વિભાગ ને અનુલક્ષી વિવિધ પ્રશ્નો અંગે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમ થી આગેવાનો દ્વારા ગત સપ્તાહે રજુઆત કરવા માટે ડીજીવીસીએલ કચેરી અંકલેશ્વર પહોંચ્યા હતા. જ્યાં નાયબ ઈજનેર પી.એસ તોમર સમક્ષ વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરી રહ્યા હતા આ દરમિયાન ત્યાં હાજર જુનિયર એન્જિનિયર હર્ષ પ્રજાપતિ દ્વારા જવાબ આપી રહ્યો હતો. અને તેના દ્વારા અચાનક ઉદ્ધત વર્તન કરી દાદાગીરી પૂર્વક જવાબ આપતા મંડળ દ્વારા આ અંગે સંબંધિત વિભાગ માં જે તે વખતે રજુઆત કરી હતી જે બાદ આજરોજ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત ને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા આવેલા મંડળ ના સભ્યો સામે ગેરવર્તણૂક કરનાર કર્મચારી સામે ત્વરિત અસર થી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

