Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ જિલ્લામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વાલિયા માં મંત્રી મુકેશ પટેલના હસ્તે ધ્વજવંદન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતો. સ્

વાતંત્ર્ય પર્વ માં ઉપસ્થિત ગણવેશ ધારી પોલીસ દળના જવાનો આન,બાન અને શાન સાથે લહેરાતા તિરંગા ને સલામી આપી રાષ્ટ્રગીતની સુરાવલીઓ સલામી આપી  હતી. 

ભારતમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી કરાઈ રહી છે.જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વાલીયા તાલુકામાં આવેલા સીતારામ સેવા ટ્રસ્ટ,આઈ.ટી.આઈ.ની સામેના ગ્રાઉન્ડમાં કરાઈ હતી.જેમાં રાજ્યના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ,જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું.

આ સ્વાતંત્ર પર્વમાં ઉપસ્થિત ગણવેશ ધારી પોલીસ દળના જવાનો આન,બાન અને શાન સાથે લહેરાતા તિરંગાને સલામી આપી રાષ્ટગીતની સૂરાવલીઓ સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લામાં કોઈ પણ ક્ષેત્રમાં નોધપાત્ર સિધ્ધી મેળનાર જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન મંત્રી મુકેશ પટેલ અને મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.મંત્રી મુકેશ પટેલ 79 માં સ્વાતંત્ર પર્વની જિલ્લાને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.ત્યાર બાદ તેમણે તેમના પ્રવચનમાં આઝાદીના દિવસોને યાદ કરી આજે દેશના થઈ રહેલા વિકાસ અને સિદ્ધિઓ અંગે લોકોને માહિતગાર કર્યાં હતા.

error: Content is protected !!
Scroll to Top