અજાણ્યો ઈસમ 1.23. લાખ રૂપિયા ની કિંમતના એપલ કંપની નો મોબાઈલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

ભરૂચ શક્તિનાથ સર્કલ લીક રોડ ખાતે રહેતા પ્રિયંકાબેન રાણા કવાંટ ખાતે બાળ વિકાસ અધિકારી તરીકે નોકરી કરી રહ્યા છે. ગત 11 મી ઓગસ્ટ ના રોજ સવારે અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપો પર થી અડાજણ -સુરત-કવાંટ જતી બસ બેસવા માટે ચઢી રહ્યા હતા તે દરમિયાન કોઈ ઈસમ દ્વારા તેમના બેગ માં રહેલા એપલ કંપની નો મોબાઈલ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ભીડ વચ્ચે બનેલી ઘટના માં તેઓ મોબાઈલ બસ માં બેસ્યા બાદ કાઢવા જતા ચોરી થઇ હોવાનું ખબર પડી હતી આ અંગે તેઓ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 1.23 .900 રૂપિયા માં મોબાઈલ ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

