Vaat Ankleshwarni

તાજા સમાચાર

79 વર્ષ ની આન બાન શાન સાથે ઉજવણી : અંકલેશ્વર ની વિવિધ કચેરી ખાતે તિરંગો લહેરાયો

અંકલેશ્વર નગર પાલિકા કચેરી ખાતે 79 માં સ્વાતંત્ર દિન ની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકા ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ,આ અવસરે નગરપાલિકાના ચીફ ઓફિસર,પાલિકા ના સભ્યો. તેમજ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ,

અંકલેશ્વર ની તાલુકા પંચાયત કચેરી ખાતે 79માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી તાલુકા પંચાયત ના પ્રમુખ પુષ્પાબેન પટેલ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત સભ્યો અને રાજકીય આગેવાનો અને કર્મચારીઓ જોડાયા હતા.

અંકલેશ્વર ના ચૌટા નાકા પાસે આવેલ ડીવાયએસપી કચેરી ખાતે 79 માં સ્વાતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી એ.એસ.આઈ. અજય મકવાણા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે 79 માં સ્વાતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી પીએસઆઇ જે .પી. ચૌહાણ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

79 મા સ્વાતંત્ર્ય દિન નિમિતે ભરૂચ જિલ્લા જેલમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે ઉજવણીની શરૂઆત કરાઈ હતી. પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવના આદેશથી બંદીવાનોને પ્રતિભા બહાર લાવવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેલ અધિક્ષક એન.પી. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ભજન સંધ્યા, સંગીત, ટીમલી નૃત્ય, એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાઈ હતી. રસ્સાખેંચ, કોથળા દોડ, સિક્કા શોધ, રીંગ પાસિંગ, મેમરી ગેમ જેવી રમતોમાં બંદીવાન નો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રયાસ સંસ્થા ના આશિષ બારોટ દ્વારા પ્રદર્શન નું મૂલ્યાંકન કરાયું હતું.,અમદાવાદ મધ્યસ્થ જેલની ડી.જી.પી. ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અને એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ડીજીટલ ક્લાસરૂમ ની વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયું હતું.

error: Content is protected !!
Scroll to Top