સ્થાનિક વહીવટી તંત્રે સુરક્ષિત રીતે 40 વર્ષ જૂની ટાંકી જમીનદોસ્ત કરાઇ હતી.
- ટાંકી જર્જરિત થઈ ગઈ હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય ગ્રામ પંચાયતે લીધો હતો.
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં 40 વર્ષ જૂની પાણીની ટાંકી સફળતાપૂર્વક તોડી પાડવા માં આવી છે. ટાંકી જર્જરિત થઈ ગઈ હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય ગ્રામ પંચાયતે લીધો હતો. સાંજના સમયે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સલામતીના પગલાં રૂપે મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ટાંકી તોડી પાડવાની સમગ્ર પ્રક્રિયા વિડિયો પણ સામે આવ્યો છે. માત્ર થોડી જ સેકન્ડમાં ટાંકી જમીન પર પડી ગઈ હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક વહીવટી તંત્રે સુરક્ષિત રીતે આ કામગીરી પૂર્ણ કરી છે.

