Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ના માટીએડ ગામે 60 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત નીપજ્યું હતું.

ચાર દિવસની ટૂંકી સારવાર બાદ નિધન, બુસ્ટર ડોઝ લીધા ન હતા નર્મદા મૈયા બ્રિજ નીચે સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

કોરોનાના લક્ષણો દેખાતા 12 મી ઓગસ્ટ 2025ના રોજ જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લા એક વર્ષ બાદ પુનઃ અંકલેશ્વરમાં કોરોના એ ફરી માથું ઊંચક્યું છે. માટીએડ ગામના 60 વર્ષીય નરેશ પ્રજાપતિ કોરોનાના લક્ષણો દેખાતા 12 મી ઓગસ્ટ 2025ના રોજ જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.સારવાર દરમિયાન 17મી ઓગસ્ટના રોજ તેમનું નિધન થયું હતું. મૃતદેહને નર્મદા નદી કિનારે આવેલા સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં લઈ જવામાં આવ્યો. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કર્યા.મહત્વની વાત એ છે કે, મૃતક વૃદ્ધે કોરોનાની રસી ના બે બુસ્ટર ડોઝ લીધા નહોતા. આ ઘટનાથી વિસ્તારમા ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગે લોકોને રસીકરણ પૂર્ણ કરવા અને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરી છે.

error: Content is protected !!
Scroll to Top