Vaat Ankleshwarni

તાજા સમાચાર

નર્મદા સંગમ સ્થાને આવેલ તીર્થ ક્ષેત્ર કોટેશ્વર ખાતે શ્રાવણ ના અંતિમ સોમવારે ભક્તોની ભીડ જામી હતી.

હાંસોટ ના કતપોર નજીક રત્નસાગર માં નર્મદા નદીને સામે લેવા આવ્યા હતા તે સ્થળ એટલે કોટેશ્વર તીર્થ, હાંસોટ ના કતપોર ખાતે કોટેશ્વર ખાતે ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થઈ શિવલિંગ સ્વરૂપે બીરાજમાન છે.

નર્મદા સંગમ સ્થાને ક્યાં રત્નસાગર માં નર્મદા નદીને સામે લેવા આવ્યા હતા તે સ્થળ એટલે કોટેશ્વર મહાદેવ મંદિર . હાંસોટ ના કતપોર ખાતે કોટેશ્વર ખાતે ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થઈ શિવલિંગ સ્વરૂપે બીરાજમાન છે. શિવપુત્રી માં રેવા ( નર્મદા ) ને જ્યાં ખુદ કરોડ દેવી દેવતા અને રત્ન સાગર ( સાગર દેવ ) સામે લેવા આવ્યા હતા તે સ્થળ એટલે કોટેશ્વર મહાદેવ. હાંસોટ થી 18 કિલોમીટર દૂર દરિયા કિનારે કત પોર ગામ ખાતે આવેલ અતિ પ્રાચીન તીર્થ સ્થળ એવા કોટેશ્વર મહાદેવ મંદિર નું મહત્વ અનેરું છે. માં નર્મદા ની પરિક્રમા કરતા ભક્તો નો અહીં પ્રથમ પડાવ નો અંત થાય છે. તો બીજા પડાવ ની શરૂઆત થાય છે. શિવ પુત્રી પોતાની 1800 કિમી લાંબી જળ પ્રવાહ ની યાત્રા પૂરી કરી અહીં સાગર માં વિલીન થાય છે. જે સ્થળ પર હુડ સાગર દેવતા રત્નો ભરી અને કરોડો દેવી -દેવતા સાથે માં નર્મદા નદી ને સામે લેવા આવ્યા હતા. અને અહીં દેવો નિર્મિત કુંડ અને કરોડ ભગવાન દ્વારા સ્થાપના કરવામાં આવેલ ભગવાન શિવના શિવલિંગ ને લઇ આ તીર્થ નું નામ કોટેશ્વર પડ્યું છે. અહીં ભગવાન શિવ દેવી દેવતા નો ભક્તિ અને આરાધના થી પ્રસન્ન થઇ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બીરાજમાન થયા હતા. કિનારે આવેલ આ તીર્થ અનેરું મહત્વ છે. નર્મદા સંગમ સ્થાન પર આવેલ કોટેશ્વર મહાદેવ નર્મદા નદીની પરિક્રમા નો પ્રથમ ચરણ નો અંતિમ પડાવ છે. અહીં પરિક્રમા વાસી અચૂક દર્શન કરી પરિક્રમા ના બીજા ચરણ ડગ માંડે છે. સમુદ્ર દેવા અહીં શિવલિંગ જલાભિષેક કરે છે. તો અહીં ગુપ્ત ભોયડુ હોવાની પણ માન્યતા જે સામે કિનારે જાગેશ્વર ખાતે નીકળી હોવાની લોક વાયકા છે. અહીં કુંડમાં સ્નાન કરવાની પણ માન્યતા છે. ત્યારે ભગવાન શિવ ની આરાધના ના મહિના એવા શ્રાવણ માસના અંતિમ સોમવાર ના રોજ સવાર થી જ ભક્તો ની ભીડ ઉમટી પડી હતી. મંદિર ખાતે ભજન કીર્તન સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યા માં ભક્તો જોડાયા હતા.

error: Content is protected !!
Scroll to Top