Vaat Ankleshwarni

તાજા સમાચાર

હાંસોટના અલવા ગામ પાસે બે કાર સામસામે ભટકાઈ હતી જેમાં બે ઈસમ ને ગંભીર ઇજા પહોંચી હતી.

અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ જોખમી ટર્ન પાસે પુનઃ અકસ્માતની ઘટના સામે આવી છે
ઘટના અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

બનાવની વિગતો અનુસાર સુરત ખાતે રહેતા સંજય શર્મા પોતાના મિત્ર સાથે આજે વહેલી સવારે અમદાવાદ ખાતે જવા નીકળ્યા હતા.તે દરમિયાન અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલા અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્ર નો આબાદ બચાવ થયો હતો.જયારે સામેની કારમાં સવાર ત્રણ પૈકી બે ઈસમો ને ઇજાઓ પહોંચી હતી.ઈજાને પગલે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત અંગેની જાણ થતાં હાંસોટ પોલીસ મથક સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક સ્થળ તપાસ કરી ઈજાગ્રસ્ત કાર ચાલક ની ફરિયાદ આધારે ગુનો નોંધવાની તજવીજ શરુ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top