Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર વાલિયા રોડ કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝામાં પાર્કિંગ કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

  • પાર્કિંગ માંથી નીકળતી વખતે કારમાં આગ લાગતા ચાલકનો બચાવ થયો હતો.
  • ⁠બાજુની કાર પણ આગ ની ચપેટમાં આવી હતી. ડી પી એમ સી ફાયર ટીમ એ આગ પર કાબુ મેળવ્યો હતો.
  • ⁠આગ માં બને કાર બળીને ખાક થઇ ગઈ હતી.

અંકલેશ્વર કાપોદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા કોમ્પલેક્ષ માં આજે બે કાર આગની ચપેટમાં આવી ગઈ હતી બનાવ વિગતો અનુસાર એક કારચાલક પાર્કિંગ માંથી બહાર નીકળી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેની કારમાં આગ લાગી જવા પામી હતી. આગ નજરે પડતા જ કારચાલકે સમયસૂચકતા વાપરીને તરત જ કાર છોડી દીધી હતી. તેનો જીવ બચી ગયો હતો. આગની જ્વાળા ઓ એટલી ભયાનક હતી કે બાજુમાં પાર્ક કરેલી બીજી કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. બંને કાર એક સાથે સળગવા લાગી હતી.આ ઘટનાની જાણ થતાં જ ડીપીએમસીના ફાયર ફાયટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પાણી અને ફોમ નો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

error: Content is protected !!
Scroll to Top