Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરના ગડખોલ ના પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલય માં આગ ભભૂકી ઉઠી હતી.

  • સોસાયટીમાં દબાણ ના કારણે ફાયર ટેન્ડર જગ્યા ઉપર ન પહોંચી શક્યું ના હતું.
  • ⁠શાળા બંધ કર્યા ના એક કલાક બાદ આગ લાગતા જાનહાની ટળી હતી.
  • ⁠શાળાના સ્ટાફ દ્વારા આગ પર ફાયર બોટલ અને પાણી મારો કરી કાબુ મેળવ્યો હતો.
  • ⁠પંચાયત ની અનદેખી થી ઉભા થયેલા દબાણ ભવિષ્ય માં મોટી હોનારત સર્જી શકે છે.

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલય મંગળવાર ના રોજ બપોરે 2 વાગ્યા ના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતા માં આગ નું વિકરાળ રૂપ જોવા મળતા ધુમાડા ના ગોટેગોટા નીકળ્યા હતા. આ અંગે શાળાના સંચાલક મંડળ સ્થળ પર દોડી આવ્યો હતો. અને ફાયર વિભાગ ને જાણ કરી હતી. આ દરમિયાન શાળા સ્ટાફ દ્વારા ફાયર સિસ્ટમ ની મદદ થી ફાયર બોટલ અને પાણી મારો ચલાવી આગ પર કાબુ ફાયર ટીમ સ્થળ પર પહોંચે એ પૂર્વે મેળવી લીધો હતો. આગ ની ચપેટ માં બે થી વધુ વર્ગખંડ આવ્યા હતા. આગ લાગવાનું કારણ પ્રાથમિક શોર્ટ સર્કિટના કારણે થયું હોવાનું સામે આવી રહ્યું છે. સદ્દનસીબે શાળા ના 400 જેટલા બાળકો એક કલાક પૂર્વે જ છૂટી ને ઘરે પહોંચ્યા હતા જે બાદ આગ લાગી હતી. આગ માં કોઈ જાનહાની ના સમાચાર નથી. પરંતુ ગડખોલ ગામ પંચાયત ની અનદેખી સામે આવી હતી. આ વિસ્તારમાં  માર્ગ પર આવેલા દબાણ ને લઇ ફાયર ટેન્ડર શાળા સુધી પહોંચી પણ શક્યું ના હતું. અને ફાયર ટેન્ડર શાળા થી 500 મીટર દૂર ઉભું થઇ ગયું હતું. જો આગ વિકરાળ લાગી હોટ અને શાળા ચાલુ હોત તો મોટી ખુવારી ફાયર ટેન્ડર સ્થળ પર ના પહોંચવાને લઇ સર્જાઈ શકવાની શક્યતા રહેલી છે. ત્યારે પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવે એ જરૂરી બન્યું છે. આ અંગે શાળા આચાર્ય સંદીપ ફોગાટ એ જણાવ્યું હતું કે શાળા એક કલાક પહેલા જ છૂટી હતી જે બાદ આગ શોર્ટ સર્કિટ ને લઇ લાગી હતી જેના પર શાળા ની ફાયર હાઈડ્રસ સિસ્ટમ ફાયર બોટલ અને પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ જાનહાની સર્જાઈ ના હતી. ફાયર  ટેન્ડર માર્ગ પર દબાણ હોવાથી શાળા સુધી પહોંચી જ શક્યું ના હતું. જો ચાલુ શાળાએ આગ લાગી હોત તો કોણ જવાબદાર પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવે એ જરૂરી છે.

error: Content is protected !!
Scroll to Top