- રસ્તો ક્રોસ કરતા યુવકને અડફેટે લઇ 50 ફૂટ સુધી રોડ પર ઢસડીને લઇ ગયો હતો.
- ગંભીર ઇજા ને પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
- 50 ફૂટ દૂર ઢસડીને લઇ ગયા બાદ ટ્રક મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો.
- પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

કાપોદ્રા ખાતે રહેતા અને પાનોલી જીઆઇડીસી માં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના 23 વર્ષીય કૃષ્ણકાંત દેવીજી કુશવાહા નોકરી પર થી છૂટી ને પાનોલી ઓવર બ્રિજ નજીક રોડ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ આવતા ટ્રક ચાલક યુવકને અડફેટે લીધા બાદ યુવક ને અકસ્માત સ્થળ થી 50 ફૂટ સુધી પોતાની સાથે ઢસડી જતા ગંભીર ઇજા ને પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું.ક્રૂરતા પૂર્વક રાહદારીનું મોત નિપજ્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. વહેલી સવારે 6 વાગ્યા ના અડસ માં બનેલી ઘટના જાણ પાનોલી પોલીસ મથકે થતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. અને સ્થળ તપાસ કરી ને મૃતદેહને પી.એમ ખસેડાયો હતો. પોલીસે પ્રાથમિક ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

