Vaat Ankleshwarni

તાજા સમાચાર

હાંસોટ 108 ના કર્મચારીઓની ઈમાનદારી સામે આવી છે. અકસ્માતગ્રસ્ત વૃદ્ધ ના  1.05 લાખ રૂપિયા પરિવારને પરત કર્યા હતો.

  • અંકલેશ્વર-હાંસોટ રોડ પર માટિયેડ ગામ પાસે એક અકસ્માતના કેસ મળ્યો હતો.
  • ⁠રસ્તો ક્રોસ કરતી વેળા અકસ્માત નડ્યો હતો.
  • ⁠વૃદ્ધ પાસે રહેલી રોકડ .1.05 લાખ મળી આવતા સુરક્ષિત રાખી પરિવાર ને પરત કર્યા હતા. 

હાંસોટ ની 108 એમ્બ્યુલન્સની ટીમને અંકલેશ્વર-હાંસોટ રોડ પર માટિયેડ ગામ પાસે એક અકસ્માત ના કેસ મળ્યો હતો. હાંસોટ 108ના ઈ.એમ.ટી. શર્મિલાબેન વસાવા અને પાયલોટ સોમાભાઈ વાઘડિયા તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રસ્તો ક્રોસ કરતા 56 વર્ષીય વૃદ્ધને અજાણ્યા બાઈક સવારને ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધ અર્ધ બેભાન થઈ ગયા હતા. ઈ.એમ.ટી. શર્મિલાબેન તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી. ત્યાર બાદ દર્દીને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ વૃદ્ધ પાસેથી આશરે 1.50 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.108 ના કર્મચારીઓ હોસ્પિટલના સ્ટાફ ની હાજરીમાં આ રકમ વૃદ્ધ ના પરિવારજનોને સલામત સોંપી દીધી. આ રીતે ઈ.એમ.ટી. અને પાયલોટે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

error: Content is protected !!
Scroll to Top