Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ભરૂચ રોડ પર માર્ગ પણ ના યુ ટર્ન પર સ્પીડ બ્રેક કામગીરી દરમિયાન રીક્ષા પલ્ટી મારી જવા પામી હતી.

અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 નું નવીનીકરણ કરી રહ્યું છે. રોડ અને સાઈડ ડિવાઇડર ઉભા કર્યા બાદ રોગ સાઈડ ધસી આવતા વાહન લઇ સર્જાતા અકસ્માતો ના નિવારણ માટે માર્ગ માં બે સ્થળે યુ ટર્ન આપવામાં આવ્યા છે. જે યુ ટર્ન પર થોડા દિવસ પૂર્વે અકસ્માત સર્જાયો હતો જેને લઇ સ્થાનિકો દ્વારા અહીં સ્પીડ બ્રેકર ઉભા કરવા માંગ સાથે રજુઆત કરી હતી. જેને લઇ ગત રાત્રી ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિવાઈડર ગત રાત્રી ના ટ્રાફિક હળવો રહેતો હોવાની કામગીરી શરુ કરી હતી. દરમિયાન ડિવાઈડર રહિત અપડાઉન કરતા વાહન ચાલકો ફૂલ સ્પીડ માં પસાર થતી વેળા અચાનક જ ડિવાઈડર આવી જતા સ્પીડ બ્રેકર કુદાવી રહ્યા હતા. જે દરમિયાન એક રીક્ષા ચાલક પણ સ્પીડ બ્રેકર પસાર થતી વેળા નજર ચૂક થઈ જતા સ્પીડ બ્રેકર કુદાવતાં સ્ટેરિંગ પર કાબુ ના રહેતા રીક્ષા લઇ પટકાયા હતા. તેમાં બેઠેલા મુસાફરો અને રીક્ષા ચાલકે ને ઇજા પહોંચતા 108 ની મદદ થી અંકલેશ્વર ની જયાબહેન મોદી માં 3 ઈસમો અને 2 ઈસમો ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાતોરાત અચાનક સ્પીડ બ્રેકર રહિત માર્ગ પર સ્પીડ બ્રેકર આવી જતાં લોકોમાં રોષ ફેલાયો હતો. જો કે સ્થળ પર વિભાગ ના કર્મચારીઓ હાજર હતા ને તેઓ એક તરફનો રોડ બંધ કરી રાત્રે જ સફેદ પટ્ટા સ્પીડ બ્રેકર પર પાડ્યા હતા. તો બીજા દિવસે સ્પીડ બ્રેકર સૂચક બોર્ડ ઉભા કરવાની પણ તજવીજ શરુ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top