- કડકિયા કોલેજ થી ફ્રેટ કોરિડોર સુધી નો માર્ગ પુનઃ ખાડોટરો બન્યો છે.
- અગાઉ અહેવાલ પ્રકાશિત થતાં જ બે દિવસ માં ગાબડાં પૂર્યા પણ ઝરમર વરસાદ માં પણ ગાબડાં ના ટક્યા હોવાનું સામે આવ્યું છે.
- રોજ ના હાજારો વાહનો અવરજવર છતાં દાંડી હેરિટેજ માર્ગ 228 ના વિભાગ ની આળસ થી પુનઃ હાડકા તોડ રોડ પર થી પસાર થવા મજબૂર બન્યા છે.

અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 228 દાંડી હેરિટેજ માર્ગ પર પુનઃ ખાડા પડતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. દાંડી હેરિટેજ જેવા માર્ગ પર જ્યાં ગાંધીજી દાંડી યાત્રા આઝાદી ચળવળ માં યોજી હતી. તે માર્ગ ને હેરિટેજ બનાવ્યો પણ માર્ગ નામ નો જ રહી ગયો છે. કડકિયા કોલેજ થી અંકલેશ્વર તરફ ફ્રેટ કોરિડોર બ્રિજ સુધી માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. એક ખાડા થી બચીએ તો બીજા ખાડા માં પટકાઈ જવું પડે છે. હજુ માંડ 20 દિવસ પૂર્વે જ દાંડી હેરિટેજ માર્ગ ના ખાડા ના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા જે બાદ સફાળે જાગી આલનફાલન માં આ ખાડા પુરી દેવામાં આવ્યા હતા. જો કે ખાડા પુરવામાં થયેલ લીપાપોતી માં ની વિરામવાદ શરુ થયેલ ઝરમર વરસાદ ઉઘાડી કરી નાખી હતી. અને રોડ પર ના ખાડા પુનઃ પડી ગયા હતા જે પરત થી વાહન લઇને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. આ અંગે વાહન ચાલકો માં રોષ જોવા મળ્યો હતો અને તેઓ દ્વારા જો આ હાઇવે માર્ગ હોય તો ત્વરિત અસર થી તેને રીપેર કરવો જોઈએ. ખાડા ના કારણે પુનઃ કોઈનો જીવ જશે પછી તંત્ર જાગશે તેઓ ઉભરો ઠાલવ્યો હતો. અને રોડ પર ના ખાડા કાયમી ધોરણે નિરાકરણ કરવા માંગ કરી હતી.

