અંકલેશ્વર શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તા ઓની સ્થિતિ અત્યંત બિસ્માર બની જવા પામી છે. ખાસ કરી ને જ્યોતિ સિનેમા થી સેલારવાડ મસ્જિદ સુધીના માર્ગ અસંખ્ય ખાડા પડી ગયા છે. જેમાં ગાડી કઢાવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર સ્થિતિ ઉદ્ભવી છે. છેલ્લા 5-5 દિવસ થી આ સ્થિતિ વચ્ચે શહેરમાં ગણેશજીની શોભાયાત્રા કાઢતા મંડળો એ પણ આ માર્ગ પર કાઢવાનું તાળી રહ્યાં છે. અસહ્ય ખાડા થી ત્રસ્ત શહેર એક યુવા નાગરિક વિનય પટેલ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે શહેરના રસ્તાઓ પર પડેલા ખાડામાં ભાજપના ઝંડા મૂકીને પ્રતીકાત્મક વિરોધ કર્યો છે. વિનય પટેલ આ અંગે વિડીયો સોશિયલ મીડિયા મૂકી ગણેશજી ની શોભાયાત્રા તેમજ ગણેશ ની પ્રતિમા લઇ વાહનો પસાર થઇ રહ્યા છે. તેમાં ખાડા ને લઇ મૂર્તિ પડી જવા સાથે ખંડિત થવાનો ડર નો ઉલ્લેખ કરી ભાજપ ના વિકાસ પર કટાક્ષ કરી ઝંડા લગાવી વિરોધ કર્યો હતો. જો કે તેને આ વિરોધ કરવો ભારે પડ્યો હતો. એક સમયે કોંગ્રેસ કાર્યકર રહી ચૂકેલા વિનય પટેલ ના વિરોધ પર ખાડા નું રાજકારણ શરુ થયું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા ગણતરી ના સમય માં યુવક ના ઘર સુધી પોલીસ પહોંચી ગઈ હતી. અને યુવક વિરુદ્ધ કરવા ના મુદ્દે અંકલેશ્વર થી હાંસોટ જવાના સ્ટેટ હાઇવે ઉપર વાહન અવર જવર હોવા છતાં ટ્રાફિક ને અડચણ રૂપ થાય એ રીતે પોતાની સાથે લાવેલા ભાજપ પક્ષના ઝંડા ઓ રોડ ની વચ્ચે ઉભા રાખી સદર રોડ ઉપર આવતા જતા વાહન ચાલકો ને અડચણ રૂપ તથા તેમની સલામતી ને ભય માં મૂકી ત્રાસદાયક કૃત્ય કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા નો ભંગ કરવા નો ગુનો નોંધ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે. પોલીસ ખુદ આ બિસ્માર માર્ગ પર પસાર થાય છે. અને સૌથી વધુ તેમને જ લાગતો ટ્રાફિક જામ નો પ્રશ્ન આ ખાડા ને લઇ ઉદ્દભવતો હતો. ત્યારે ટ્રાફિક ને અડચણ રૂપ ખાડા કે પછી તેના પર લાગેલા પક્ષના ઝંડા તેવા સવાલ ઉભા થયા છે. એક તરફ પોલીસ પ્રજા નો મિત્ર ની વાત વચ્ચે પ્રજા જ તંત્ર ની ત્રસ્ત થઇ વિરોધ કરે તો તેની સામે ફરિયાદ નોંધાતા લોકોમાં પણ પોલીસ સામે છૂપો રોષ જોવા મળ્યો હતો.પોલીસ અને પાલિકા તંત્ર સામે લોકો માં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

