
- અંકલેશ્વર આમલાખાડી બ્રિજ ને લઇ સતત ટ્રાફિક જામ નું થતું નિર્માણ હતું.
- છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો છે.
- ટ્રાફિક સમસ્યા ઘેરી બનતી સ્થિતિ વચ્ચે પોલીસ અને તંત્ર માટે નિરાકરણ કરવું મુશ્કેલ બન્યું
અંકલેશ્વર જટિલ બનતી ટ્રાફિક સમસ્યા વચ્ચે પુનઃ એકવાર નેશનલ હાઇવે નંબર 48 પર સુરત જતી લેનમાં 4 કિમિ લાંબી વાહનો કતાર જોવા મળી હતી. વારંવાર સર્જાતા ટ્રાફિક જામ વચ્ચે છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ વચ્ચે હાઇવે પર ખાડા તેમજ આમલાખાડી બ્રિજ સાકળો બ્રિજ ને લઇ પુનઃ ટ્રાફિક જમા ની નિર્માણ થયું છે. બ્રિજ પાસે હાઇવે પર ના 3 લાઈન માં આવતા વાહનો અને વાલિયા ચોકડી થઇ આવતા એપ્રોચ રોડ ની બે લાઈન માં વાહનો બ્રિજ આગળ જ ભેગા થાય છે. જેને લઇ બ્રિજ પાર કરવા વાહન ઉતાવળ કરી આગળ વધતા પાંચ લાઇન માં વાહન બે લાઇન જવા જતા પાછળ વાહન કતાર લાગી જાય છે. જેનું નિયમન કરવું પોલીસ અને તંત્ર ને હવે શીરો વેદના સમાન બની ગયું છે.

