Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર નજીક એન.એચ. 48 પર આમલાખાડી બ્રિજ ની બને તરફ 4 થી 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

  • આમલાખાડી બ્રિજ ની બંને તરફ 4 થી 5 કિમિ વાહનો કતાર જોવા મળી હતી.
  • હાઇવે જામ થી પીરામણ હવા મહેલ રોડ, વાલિયા ચોકડી સર્વિસ રોડ પર પણ ચક્કાજામ જોવા મળ્યો હતો.
  • વરસાદી માહોલ વચ્ચે રોડ ના ખાડા સાથે બોટલ નેક એવા આમલાખાડી બ્રિજ ટ્રાફિક જામ નો પીક પોઇન્ટ બન્યો છે.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-48 પર આજે ફરી એકવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. સુરત થી ભરૂચ આવતી લેન માં નવજીવન હોટલ થી આમલાખાડી બ્રિજ સુધી ભરૂચ થી સુરત તરફની લેનમાં આમલાખાડી બ્રિજ થી વર્ષા હોટલ સુધી વાહન કતાર લાગી જવા પામી હતી. સ્થાનિક વાહન ચાલકો ના મત અનુસાર આ સમસ્યા પાછળના મુખ્ય કારણોમા હાઇવે બિસ્માર માર્ગ અને આમલાખાડી પર આવેલો સાંકડો બ્રિજ છે. ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ માંથી પસાર થતા ટ્રક-ટેન્કરો અને ભારે વાહન વ્યવહારને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.અંકલેશ્વર–દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં કામ કરતા કર્મચારીઓનો કિંમતી સમય વેડફાય છે. સુરત તરફ આવતા-જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકો અને વાહનચાલકોએ માંગ કરી છે કે હાઇવેનો રસ્તાનું યોગ્ય રીપેરીંગ કરવામાં આવવો જોઈએ તેમજ આમલાખાડી બ્રિજને પહોળો કરવામાં આવે જેથી મુસાફરોને રાહત મળી શકે એમ છે.

શનિવાર ના રોજ વહેલી પરોઢ થી ટ્રાફિક જામ તેની સીધી અસર તેને સાંકળતા રોડ પર પણ જોવા મળી હતી. જેમાં પીરામણ હવા મહેલ રોડ , તેમજ હાઇવે ને જોડાતા બને તરફ ના સર્વિસ રોડ પર વાહન ની કતાર લાગી જવા પામી હતી. તો હાઇવે પર થી પસાર થી સરકારી બસ અંકલેશ્વર શહેર થઇ વાયા હાંસોટ , ઓલપાડ થી સુરત તરફ ના માર્ગ તરફ વળતા શહેરમાં પણ સતત હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જેને લઇ શહેરી જનજીવન અને વાહન વ્યવહાર પણ પણ અસર થઇ હતી.

error: Content is protected !!
Scroll to Top