નવીનગરી પાસે આવેલ અક્ષર કોલોનીમાં સ્કૂલના બાળકોને છોડવા જતા ઇકો ગાડી વરસાદી પાણી ભરેલા ખાડામાં ફસાઈ જતા વિદ્યાર્થીઓ ના જીવ તાળવે ચોંટ્યો હતા. પાલિકા દ્વારા રસ્તાનું કામ ચાલુ કર્યા પછી અચાનક કામ બંધ કરી દેતા રસ્તા પર પાણી ફરી ભર્યું હતું

અંકલેશ્વર માં સતત બીજા દિવસે પણ માર્ગો પર વરસાદી પાણીના નિકાલની સમસ્યા જોવા મળી રહી છે. વોર્ડ નંબર 8 માં સુરતી ભાગોળ માં એક મોપેડ સવાર મહિલા વરસાદી પાણી ભરાવો વચ્ચે ગટર નજરે ના પડતા ગાડી સાથે પટકાઇ હતી. જે બાદ હવે વોર્ડ નંબર 4 માં આવેલ અક્ષર કોલોની ની ઘટના સામે આવી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ગાડી ચાલકોને ખાડા ના દેખાતા ગાડી ખાડામાં ફસાઈ હતી.
ભારે જહેમત બાદ પણ ગાડી ખાડા માંથી ન નીકળતા છેવટે બીજી ગાડી બોલાવી અને છોકરાઓને બીજી ગાડીમાં બેસાડવા પડ્યા હતા. અહીં પાલિકા દ્વારા રોડ- ડ્રેનેજ ની કામગીરી શરુ કરી હતી જો કે જે અટકી જતા હાલ રોડ પર પડેલા ખાડા વરસાદી પાણી ભરાઇ જતા નજરે ના પડતા નથી. શાળા ના બાળકો લઇ જતી ઇકો કાર જો ખાડા ને લઇ પલ્ટી મારી હોટ તો અનેક વિદ્યાર્થીઓ ને ઇજા પહોંચી હોટ. ત્યારે પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ સાથે વરસાદ અટકાતા જ ઝડપથી કામગીરી પૂર્ણ કરી કાયમી ધોરણે સમસ્યા નું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો કરી રહ્યા છે.

