- જલારામ નગર થી વાસ્તુ વિલા રોડ માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો ને વેઠવી પડી હાડમારી વેઠવી પડી રહી છે.
- સંજય નગર, સહીત અનેક વિસ્તારમાં સતત પાણી ભરાવો જોવા મળ્યો હતો.
- વરસાદ ના વિરામ બાદ ધીમી ધારે પાણી ઉતર્યું હતું.

અંકલેશ્વર માં મૌસમ માં સરેરાશ વરસાદ 788 મિમિ સામે સવાર 564 મિમિ સાથે 58.57 મિમી વરસાદ વહેલી સવાર સુધી નોંધાયો હતો. તેમાં વધારો બીજા દિવસે સવારે થી બપોરે 5 વાગ્યા સુધી માં વધુ 27 મિમી વરસાદ પડ્યો હતો. સતત 5 દિવસથી પડી રહેલા વરસાદને લઇ જનજીવન ખોરવાઈ ગયું છે. માર્ગ ના ખાડા અને વરસાદી પાણી ના ભરવો થવા ને લઇ લોકો બેવડી સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. આ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા નથી. જોકે પવન સાથે વરસાદ વરસતા કેળ સહિતના પાકોને ટેકો આપવાની સલાહ આપવામાં આવી છે.
જલારામ નગર થી વાસ્તુ વિલા તરફ જતા માર્ગ પુનઃ એકવાર એક જ ઈંચ વરસાદ માં માર્ગ પર એક થી બે ફૂટ પાણીનો ભરાવો થતાં વરસાદી પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. તો સંજય નગર, એસ.એ.મોટર રોડ. નવીનગરી રોડ, અનસ મોટર્સ પાછળ નો રોડ, સહીત અનેક માર્ગ પર વરસાદી પાણી ભરાવો થયો હતો. જેને લઇ શહેરીજનોને ભારે હાડમારી વેઠવી પડી હતી

