અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
વારસાઈ,રોડ રસ્તા,ને લાગતા વિવાદિત પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ભરુચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે જિલ્લાના કલેકટર ગૌરાંગ મકવાણા ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમ માં સ્થળ ઉપર જ જુના પર્શ્ન ના નિકાલ થતા અરજદારો સરકારના આ અભિગમ થી ખુશ થઇ સરકારનો આભાર માની રહ્યા છે

કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદિપ સિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, પાલિકા ચીફ ઓફિસર કેશવ કુમાર કોલડિયા ઉપરાંત અરજદારો હાજર રહ્યા હતા. જેમાં મુખ્યત્વે પાનોલી ગામ ના વિકાસ ના કામો થતા ખાસ કરી આદિવાસી વિસ્તાર માં પાણી ની સમસ્યા તેમજ ઉમરવાડા પાનોલી રોડ બાબતે ગામ ના સલીમભાઈ ચેનીયા, બકર નોરાત દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કલેકટર દ્વારા સ્થળ પર નિકાલ કરતા તલાટી ને પંચાયતમાં ઠરાવ કરી સંબંધિત રેલ્વે વિભાગમાં મંજૂરી માગી ઝડપ થી આદિવાસી વિસ્તાર પાણી મળે તે માટે આયોજન કરવા તાકીદ કરી હતી તેમજ ગામ ના વિકાસ માટે આવતી નોટિફાઈડ ગ્રાન્ટ માંથી વિકાસલક્ષી કામ કરવા સૂચના આપી હતી. તો ઉમરવાડા રોડ અંગે માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરી કામગીરી કરવા સૂચના આપી હતી. એડવોકેટ સલીમ ભાઈ ચેનીયા એ જણાવ્યું હતું કે અમારા ગામ ના જે પ્રશ્નો હતા તેનો સકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. વર્ષો જુના આદિવાસી વિસ્તાર ના પાણી ના પ્રશ્નો તેમજ ગામ ના વિકાસ ના પ્રશ્નો નું સુખદ નિરાકરણ થયું છે. જે નો અમલ પણ જલ્દી થશે તેવી આશા છે. ગુજરાત સરકાર ના પ્રજા લક્ષી અભિગમ અન્વયે રાજ્ય માં સ્વાગત કાર્યક્રમો નું આયોજન થઇ રહ્યું છે આ સ્વાગત કાર્યક્રમ માં વર્ષો જુના આમ નાગરિક ના પ્રશ્નો ને તાત્કાલિક સેવા સદન ખાતે સકારાત્મક રીતે વહેવારુ અભિગમ અપનાવી નિકાલ કરવામાં આવે છે. જવાહર ભાઈ મિસ્ત્રી દ્વારા પોતાના ના 5 વર્ષ જુના પ્રશ્ન એવી વાળા ની જમીન માં નામ દાખલ કરવા ના સબંધિત તલાટી તાકીદ કરવામાં આવતા ખુશી વ્યક્ત કરી હતી.

