Vaat Ankleshwarni

તાજા સમાચાર

કેવડિયા સ્થિત નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

  • સીઝનમાં બીજી વાર પાણી છોડાયું હતું.
  • ⁠ડેમ છલોછલ થવાથી 2.56 મીટર દૂર છે.
  • ⁠3 જિલ્લામાં 27 ગામમાં એલર્ટ કરવામાં આવ્યા છે. 

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમ માંથી 1.52 લાખ ક્યૂસેક છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક થઇ છે. ડેમમાં હાલ 8512 MCM (મિલિયન ક્યૂબિક મીટર) પાણીનો જથ્થો છે, એટલે કે ડેમ 90 ટકા ભરાઇ ગયો છે. ડેમની સપાટી 136.12 મીટર પહોંચી છે અને ઓવરફ્લોથી માત્ર 2.56 મીટર દૂર છે. ડેમમાં 2.10 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેની સામે તંત્ર દ્વારા ડેમના 5 દરવાજા ખોલીને 95 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને 3 જિલ્લાના 27 ગામને એલર્ટ કરાયા છે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના નાગરિકો ને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ એન્જિનિયર ત્રણેય જિલ્લા કલેકટરોને સાવધાન કરવામાં આવ્યા છે. ત્રણ જિલ્લાના 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.મહિનાની શરૂઆતમાં 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા 1 ઓગસ્ટે સાંજે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના વધુ 5 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના કુલ 23 દરવાજામાંથી 15 દરવાજા ખોલી 3 લાખ 27 હજાર ક્યુસેક પાણી નર્મદા માં છોડવામાં આવ્યું હતું. જેથી નર્મદા કાંઠાના 27 ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમ માંથી ગતરોજ બુધવારે સાંજે 5 કલાકે 1 લાખ 52 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે, જે પાણી રાત્રિના સરદાર સરોવર નર્મદા બંધમાં આવ્યું હતું. એનાથી નર્મદા બંધની જળ સપાટીમાં વધારો થયો છે.

ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 210776 લાખ ક્યૂસેક જેટલી થઇ રહી છે. નદીમાં પાણીની જાવક 95000 ક્યૂસેક થઇ રહી છે. કેનાલમાં પાણીની જાવક 5242.00 ક્યૂસેક છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.2 સે.મી.નો વધારો નોંધાયો છે.ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને સવારે ડેમના દરવાજા પુનઃ ખોલવામાં આવ્યા છે. ગેટ મારફત મહત્તમ 45,000 ક્યૂસેક અને રિવરબેડ પાવરહાઉસ મારફત 45,000 ક્યૂસેક પાણી છોડવાની જાહેરાતને કારણે નદીમાં મહત્તમ 95,000 ક્યૂસેક પાણી વહેશે.

error: Content is protected !!
Scroll to Top