Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ખાતે 76 માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમ વૃક્ષ રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લાકક્ષાનો 76માં વન મહોત્સવની ઉજવણી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલના અધ્યક્ષસ્થાને માં શારદા ભવન, ટાઉન હોલ અંકલેશ્વર યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલાએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપતા જણાવ્યું હતું કે, પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણ માટે વનમહોત્સવ એ માત્ર ઉત્સવ નથી પણ કર્તવ્યરૂપી મહોત્સવ છે. આ ઉત્સવ દ્નારા સમાજ અને રાષ્ટ્ર માટે આપણી કર્તવ્યનિષ્ઠાને નિભાવીએ તેમણે કહ્યું કે, પાણીની અછત, ભૂગર્ભ જળનું ઘટતું સ્તર અને પ્રદૂષણ જેવી વિવિધ સમસ્યાઓ અને પડકારો પાછળનું મૂળ કારણ ગ્લોબલ વોર્મિંગ છે. એટલે જ આપણા સમાજ અને રાષ્ટ્ર માટે પર્યાવરણનું જતન કરવું જરૂરી છે. વડાપ્રધાને આપેલા “એક પેડ માં કે નામ” અભિયાનના ઉદેશ્યની પરિકલ્પનાની પૂર્તિ કરવા, આપણા દેશ પ્રત્યેના કર્તવ્યની નિભાવણી કરવા આપણે સૌએ આગળ આવી તેનું પાલન કરવું પડશે.

આપણા સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે આપણે જ વૃક્ષોનું વાવેતર, તેનો ઉછેર, જતન અને સંરક્ષણ કરવું પડશે. આ પ્રસંગે “છોડમાં રણછોડ, જીવમાં શિવ, વૃક્ષમાં દેવતાના દર્શન”ની ભાવના સાથે ધારાસભ્ય ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, વન મહોત્સવની શરૂઆત મહાન વિચારક અને સાહિત્યકાર એવા આપણા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી, ત્યારે આપણા જિલ્લાની સવિશેષ જવાબદારી બને છે. જે આજે પણ પર્યાવરણ સંરક્ષણના પ્રતીક તરીકે ઉજવાય છે. જિલ્લાને હરિયાળો બનાવવા માટે વૃક્ષ વાવેતર અત્યંત જરૂરી છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આપણા પ્રિયજનો અને સ્નેહીજનોના સ્મરણમાં વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવા ઉપસ્થિતોને આહવાન કર્યું હતું.

વનમહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના એચ.એચ.જી ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને મહાનુભાવો આ હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું .તેમજ સામાજીક વનીકરણ વિભાગ ભરૂચ સાથે સહભાગી થઇ પર્યાવરણ જાગૃતિ અને વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના સરપંચોને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે, એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણ મહાનુભાવોના હસ્તે એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, જિલ્લા આગેવાનઅને સ્થાનિક આગેવાનો, વન વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!
Scroll to Top