Vaat Ankleshwarni

તાજા સમાચાર

નર્મદા નદી ના સંભવિત પૂર ને લઇ અંકલેશ્વર ના સરફુદ્દીન ગામ ખાતે રહીશો સચેત તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.

  • અંકલેશ્વર માં 30 ફૂટ પાણી આવતા જ સરફુદ્દીન ગામ પાણી ગ્રામ વિસ્તાર માં પ્રવેશવા સાથે કાંઠા વિસ્તારમાં પૂર નું સંકટ રહે છે.
  • અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના 14 ગામો ને સાવચેત કરવામાં આવ્યા છે.
  • સરફુદ્દીન ગામ ખાતે પશુપાલકો અને રહીશો સમયસર ભરૂચી નાકા રાહત કેમ્પ માં પહોંચવા તાકીદ કરી છે.
  • હજુ સુધી એક પણ વ્યક્તિ નું સ્થળાંતર કરવામાં આવ્યું નથી.  

 ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 27.3 ફૂટે વહી રહી છે નર્મદા ની ભયજનક સપાટી 24 ફુટ છે ત્યારે ભયજનક સપાટી વટાવી હાલ નર્મદા નદી 3 ફૂટ ઉપર થી વહી રહી છે.   નર્મદા ડેમમાંથી આવતા નર્મદા ની જળ સપાટી માં વધારો થતા ભરૂચ જિલ્લા નું તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે. ખાસ કરી ને અંકલેશ્વર ના કાંઠા વિસ્તાર માં 14 જેટલા ગામો માં પૂર સંકટ ઊભું થયું છે. જેમાં સૌથી પહેલા 30 ફૂટ ની ભયજનક સપાટી નર્મદા નદી સ્પર્શે તો સરફુફીન માં પાણી પ્રવેશ છે. જેને લઇ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ ટીમ, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ટીમ દ્વારા સરફુદ્દીન ગામ ખાતે સ્થળ મુલાકાત લીધી હતી. અને લોકો સચેત કરી સમયસર સુરક્ષિત સ્થળે તેમજ તંત્ર દ્વારા નિયત કરેલ ભરૂચીનાકા જલારામ મંદિર કેમ્પ ખાતે ખસી જવા માટે તાકીદ કરવામાં આવી છે.

આ ઉપરાંત નર્મદા કાંઠા વિસ્તારના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વર ના પ્રાંત અધિકારી ભવદિપ સિંહ જાડેજા ,મામલતદાર કરણસિંહ રાજપુત ,તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ ગત રાત્રી થી નર્મદા નદી ને અડીને આવેલ સરફુદ્દીન ગામ સહિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકો સચેત કરી ગામ ખાતે તલાટી તેમજ નોડલ અધિકારી તેનાત કરી સ્થિતિ પણ નજર રાખી સમયાંતરે અપડેટ આપવા સૂચના આપી છે. તેમજ લોકોને પણ સમયસર સુરક્ષતિ સ્થળે ખસી જવા સૂચના આપી છે. જો કે હજુ સુધી 14 ગામ માંથી કોઈનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું નથી.

error: Content is protected !!
Scroll to Top