Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર માં નર્મદા નદીના ધસમસતા નીર કાંસીયા- છાપરા ગામ ની સીમ માં ફરી વળ્યાં હતા.

  • આમલાખાડી ના નીર 10 થી વધુ ગામના ખેતરોમાં ફરી વળતાં ધરતીનો તાત ચિંતામાં મુકાઈ ગયો હતો.
  • ધરતી ના તાતે ખેતરમાં ઉભેલા કેળા સહિતના શાકભાજીના પાકને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
  • મોંઘા પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની દહેશત ખેડૂતો વ્યક્ત કરી છે. 

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. અંકલેશ્વર કાંઠા વિસ્તાર માં જળસ્તર વધતો નદી કાંઠે આવેલા ભરૂચ તાલુકાના છાપરા ગામના ખેતરોમાં નદીનું પાણી પ્રવેશી ગયું હતું. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, મોંઘા પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઉભી થઈ છે. ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે.નદીના પાણી ખેતરોમાં ઘૂસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા અને ખેતરમાં ઉભેલા કેળા સહિતના શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

તેમ છતાં, પાક પર પાણી ફરી વળવાથી ભારે નુકસાન થાય તેવી શક્યતા છે.ગ્રામજનોનું કહેવું છે કે જો નર્મદા નદીમાં ૨8 ફૂટથી વધુ પાણીની આવક થશે તો કાંઠા વિસ્તારના મોટા ભાગના ખેતર પૂરની ચપેટમાં આવી જશે અને ખેડૂતોને અતિ ભારે નુકસાન સહન કરવું પડશે. બીજી તરફ આમલાખાડી ના પાણી  ,જુના દીવા, અબોલી, પુન ગામ, સજોદ , સક્કરપોર, હરિપુરા, ખાલપીયા, તરીયા, ધંતુરીયા, માટીએડ સહીત ગામ ની સીમ માં ખેતરો માં ફરી વળતા ઉભા પાક ને નુક્શન થઈ રહ્યું છે.

error: Content is protected !!
Scroll to Top